BANASKANTHAGUJARATPALANPUR

આજથી રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં એકવીસ દિવસનું દિવાળી વેકેશન 

8 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉનાળું (35)+દિવાળી(21) એટલે વેકેશન શૈક્ષણિક સંસ્થાઑમાં છપ્પન દિવસનું આપવામાં આવે છે તે મુજબઆજથી રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન તા.૦૯/૧૧/ ૨૦૨૩ થી તા.૨૯/૧૧/૨૦૨૩ સુધી કુલ- ૨૧ દિવસનું જાહેર થતાં શૈક્ષણિક કર્મચારીઓ બાળકો વતનથી દૂર રહેતા હોય તેઓ દિવાળી કરવા વતન તરફ રવાના થયા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધી નગર દ્વારા ધોરણ ૧૦ એસ.એસ. સી.અને ધોરણ ૧૨ એચ.એસ. સી. માર્ચ -૨૦૨૪ની પરીક્ષાના આવેદન પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હવે દિવાળીના તહેવારો પછી આ કામગીરી આગળ ચાલશે. વાલીઓ વિદ્યાર્થીઓ જેઓ દિવાળી તહેવારો એટલે લાભ પાંચમ પછી બોર્ડના આવેદનપત્રો પોતાની શાળામાંથી ભરી શકશે.આગામી તા.૩૦/૧૧/૨૦૨૩થી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે.જેમાં શાળાકીય અને બોર્ડની પરીક્ષાઑ લેવાય છે.

[wptube id="1252022"]
Back to top button