
24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ પોંચોટ મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની અન્ડર-19 વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓ વોલીબોલ રમતના કૌશલ્યોનું કૌતુક બતાવીને પ્રથમ નંબરે ચેમ્પિયન બન્યા હતા. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ રુદ્ર કે. ચૌધરી (ધોરણ-12D), જીલ એન. ચૌધરી (ધોરણ-12D) અને જીગર એન. ચૌધરી (ધોરણ-12D), રાજકક્ષાએ સિલેક્શન પામેલ છે.આમ જિલ્લા કક્ષાએ અન્ડર-19 વોલીબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનવા બદલ તથા રાજકક્ષાએ સિલેક્શન પામેલ વિદ્યાર્થીઓને અને વ્યાયમ શિક્ષકશ્રી આર.વી.ચૌધરીને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથા શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તથા રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.