સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

19 જાન્યુઆરી, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ, પાલનપુર અને સ્વામીવિવેકાનંદ યુવક બોર્ડ ના સંયુક્ત ઉપક્રમેભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ઉજાગર કરવાનું અને ગર્વથી પોતાની સનાતન સંસ્કૃતિનું પાલન કરતાં ની આજે પણ એમના વિચારો થકી યુવા પેઢીને માર્ગદર્શિત કરતા એવા સ્વામી વિવેકાનંદજીને એમને જન્મ જયંતી પર કોટી કોટી વંદન. સ્વામી વિવેકાનંદ નો જન્મ 12, જાન્યુઆરી ,1863 ના રોજ કોલકાતામાં થયો હતો,તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. 1984 થી ભારત સરકારે તેમના જન્મદિવસ 12, જાન્યુઆરીને “રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે જાહેર કરેલ છે.શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ માં સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ અંતર્ગત શ્રી કે. કે. ગોઠી હાઇસ્કુલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ બનાસકાંઠા તથા બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ તેમજ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બાળકોને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા મળે તેવા શુભ આશયથી સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામા આવી.શ્રી ભીખાભાઈ ચૌધરી ચેરમેન શ્રી જમીન વિકાસ બેંક તથા રમેશભાઈ પટેલ ડાયરેકટર, બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ, જેસુંગભાઈ ચૌધરી, તેમજ શ્રી રોશન બ્રહ્મભટ્ટ જિલ્લા સંયોજક સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં સહભાગી વિદ્યાર્થીઓએ સ્વામીજીના જીવન પ્રસંગો આધારિત પ્રેરણાદાયી વકૃત્વ રજૂ કર્યું હતું. નિર્ણાયક શ્રીઓ દ્વારા પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બારડ હિરવા જયસિંહ પ્રથમ ક્રમે, ઠાકર યશ્વી રજનીકાંત દ્વિતીય ક્રમે અને ચૌહાણ રિયા ચેતનભાઇ તૃતીય ક્રમે વિજેતા રહ્યા હતા. ઉપસ્થિત મહેમાન શ્રી ઓ તથા શાળાના આચાર્યશ્રીએ વિજેતા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ નું જીવન ચરિત્ર આધારિત પુસ્તક પુરસ્કાર રૂપે આપી બિરદાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ સાહેબ શ્રી રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું.