સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગનું ગૌરવ વધારવા બદલ સાહિલભાઈ એમ. સેલોત ને ખૂબ ખૂબ અભિનંદન

તા.૧૩.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગનું ગૌરવ વધારવા બદલ સાહિલભાઈ એમ. સેલોત ને ખૂબ ખૂબ અભિનંદન
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે જેમાં અનાથ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે જેમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પરીક્ષા, નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા, સૈનિક સ્કૂલ પરીક્ષા કોમન પ્રવેશ પરીક્ષા, જ્ઞાન સાધના પ્રવેશ પરીક્ષા, તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા દ્વારા સેલોત સાહિલકુમાર મહેશભાઈ ગામ – ચમાંરિયા તા. સંજેલી જી. દાહોદ ધોરણ 5માં કોમન પ્રવેશ પરીક્ષામાં ઝલહળતી સફળતા મેળવવા બદલ હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી અને ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો એવી શુભેચ્છા ન્યુ પાર્થ એકલવ્ય – નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.








