Rajkot: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ પત્રિકા વિતરણ કરી મતદાન કરવા પ્રેરિત કરાયા

તા.૧૭/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર ગામોમાં ભાવિ મતદારોએ વર્તમાન નાગરિકોને આપ્યો મતદાનનો સંદેશ
Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે તા. ૭ મે, ૨૦૨૪ના મતદાનના મહાપર્વની ઉજવણી થનારી છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન એ મહાદાન’ના મંત્રને સિદ્ધ કરવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અને અધિક કલેકટરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ ઠેર-ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જે અન્વયે ગોંડલ તાલુકાના ભરૂડી ટોલનાકા પાસે આવેલ રવિ ટેકનોફોર્જમાં “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને મતદાન વિશેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.

ઉપરાંત, ૭૧ રાજકોટ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ લોધિકા ગામે બીએલઓ દ્વારા “હાઉસ ટુ હાઉસ” મતદાર જાગૃતિ અન્વયે પેમ્પલેટ વિતરણની કામગીરી કરવામાં આવી હતી સાથો-સાથ લોધિકાના મોજે રાતૈયા ગામ ખાતે આંગણવાડી પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજીને નાના બાળકોને મતદાન અંગેની જાણકારી આપી અને ભવિષ્યમાં મતદાન કરશે તે માટે પ્રેરિત કર્યા હતા.

૭૪- જેતપુર આંગણવાડીની બહેનો મારફત તેમના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે વધુમાં વધુ લોકો મતદાન કરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા તથા મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તેમ જ ઘરના તમામ પાત્રતા ધરાવતા સભ્યો મતદાન કરે તે અંગે સમજૂત કરવામાં આવ્યા હતા. આમ, ભાવિ ભવિષ્યએ વર્તમાન નાગરિકોને મતદાનનો સંદેશ આપ્યો હતો.








