DANG

આરોગ્યલક્ષી સેવાઓને વધુ અસરકારક બનાવવા નવસારી ખાતે ચિંતન શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
નવસારી જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ ,યોજના લાભો જિલ્લાના તમામ લોકો સુધી સરળતાથી પ્રાપ્ત થાય તે આશયથી નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાની ઉપસ્થિતિમાં  “ચિંતન શિબિર ” યોજાઈ હતી જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રી તથા કર્મચારીઓએ આરોગ્યલક્ષી સેવાઓ, યોજનાઓ ના લાભો બહોળો પ્રમાણમાં લોકોને વધુમાં વધુ પ્રાપ્ત થઈ શકે તે વિષય પર પોતાના મંતવ્યો ચિંતન શિબિરમાં રજુ કર્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રીઓ દ્વારા આરોગ્યલક્ષીલક્ષી સેવાના આયોજન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સરળતાથી આરોગ્યસેવાઓ લોકોને મળે તે માટે માર્ગદર્શન અને સૂચનો રજુ કર્યા હતા .
આ ચિંતન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મયંક ચૌધરી, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને મેડીકલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button