બોડેલી ચારોલા ગામ નજીક નર્મદા મેન કેનાલ પાસે બે બાઈક સામ સામે ધડાકાભેર ભટકાતાં 2 ના કરુણ મોત 1 ને ગંભીર ઇજા.
મળતી માહિતી અનુસાર ગતરોજ રોજ 8 વાગ્યાં ના સુમારે બોડેલી ની નર્મદા મેન કેનાલ પાસે બે બાઈક સામ સામે ભટકાતા 2 ના કરુણ મોત અને 1 ને ગંભીર ઇજા થઇ હતી. 108 દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા જેમાં 2 યુવાનો રાઠવા મિનેષ ભાઈ જીવન ને ઇજા થઈ હતી, તેમજ રાઠવા સંજય ભાઈ હિમલા ભાઈ ને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું 1 યુવાન ને શરીર ના વિવિધ ભાગે ઇજા થતા ખાનગી હોસ્પિટલ માં 108 દ્વારા સારવાર અર્થે ખાસેડાવામાં આવ્યો હતો આ બે યુવાનો વાઘોડિયા ની ખાનગી કંપની માં નોકરી કરતા હતા અને જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે બોડેલી ના ચારોલા ગામે નર્મદા મેન કેનાલ પાસે 2 બાઈક સામ સામે ભટકાતા બાઈક પર થી નીચે પટકાતા 1 બાઈક પર સવાર 1 નું મોત થયું હતું અને અન્ય બાઈક પર સવાર રતનપુર થાના નો 45 વર્ષ ના યુવાન નું પણ મોત થયુ હતું રતન પુર થાના સંદીપ ભાઈ સુખદેવ ભાઈ બારીયા નું પણ મોત થયું હતું.
અકસ્માત ને લઈ લોકો ના ટોળા મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા સમગ્ર ઘટના નીજાણ બોડેલી પોલીસ ને કરતા પોલીસે અકસ્મત નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી