દેશ વિદેશ માં વખણાતા ઈડરિયા ગઢ પર પાર્કિંગ ચાર્જને લઇ ઈડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું


સાબરકાંઠા…
દેશ વિદેશ માં વખણાતા ઈડરિયા ગઢ પર પાર્કિંગ ચાર્જને લઇ ઈડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું…
“ઈડરિયો ગઢ અમે જીત્યા રે ઓ નંદ ભલા” ગાયકોના સુરીલા કંઠે ગવાયેલું ગીત આજેપણ કાને સંભળાય છે. ઈડરિયા ગઢ પર આવતા પ્રવાસીઓ પાસેથી ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે ઈડર ગઢ પર જવા માટે સરકારે પાછળના ભાગમાં રોડ બનાવ્યો છે જે રોડ સરકારે બનાવ્યો હોવા છતાંય ઈડર ગઢ પર પાછળના ભાગે ખાનગી પેઠીના નામે ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલાતો હોવાનો આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશ વિદેશ માં વખણાતા ઇડર ગઢ પર રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રયત્કો ગઢની મુલાકાતે આવતા હોય છે. ગઢ પર આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનીક લોકો પાસેથી ખાનગી પેઢીનો સિક્કો મારી કાગળ પર પાર્કિંગ ચાર્જ વસૂલાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઢ પર ચાલતા ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ બાબતે ઈડરના જાગૃતિ નાગરિકોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય ની માંગ કરી છે. ઉલ્લેખનીય છેકે ઈડર ગઢ અવાર નવાર વિવાદોમાં આવતો હોય છે ત્યારે પાર્કિંગ ચાર્જને લઇ ઈડર ગઢનો મુદ્દો ટોકઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે ગઢ પર ખાનગી પેઢી દ્રારા પ્રવાસીઓ પાસેથી વસૂલાતો પાર્કિંગ ચાર્જ બાબતે તંત્ર વસૂલાત કરનાર માલિકો સામે લાલ આંખ કરશે કે કેમ તે જોવું રહ્યું…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



