JETPURRAJKOT

રાજકોટ જિલ્લાના ઈ.વી.એમ.-વી.વી.પેટ વેર હાઉસનું આંતરિક નિરીક્ષણ કરાયું

તા.૨૮ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ, ચૂંટણી શાખાનો સ્ટાફ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, પોલીસ સ્ટાફ રહ્યો હાજર

ભારતના ચૂંટણીપંચની સૂચના મુજબ, ઈ.વી.એમ.- વી.વી.પેટ વેરહાઉસની સ્થિતિનું દર ત્રણ માસે આંતરિક નિરીક્ષણ કરવાનું હોય છે. જે મુજબ, આજે રાજકોટ જિલ્લાના ઈ.વી.એમ. તથા વી.વી.પેટ.ના વેરહાઉસનું આંતરિક નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક કલેક્ટરશ્રી એસ. જે. ખાચર, ભાજપ, બી.એસ.પી., સી.પી.આઈ. સહિતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ચૂંટણી શાખાના મામલતદારશ્રી એમ. ડી. દવે, તાલુકા મામલતદારશ્રી કે. કે. કરમટા, નાયબ મામલતદારશ્રી ઘનશ્યામ ચૌહાણ, શ્રી વિક્રમસિંહ ઝાલા, પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button