પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત આયોજિત સમર યોગ કેમ્પના સમાપન સમારોહ યોજાયો

પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત આયોજિત સમર યોગ કેમ્પના સમાપન સમારોહ યોજાયો
“ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત આયોજિત સમર યોગ કેમ્પનું આયોજન 20 થી 29 મે 2024 દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે શ્રીમતી રાજીબા સ્કૂલ અને ઉપાસના સ્કૂલના યજમાનપદે સમર યોગ કેમ્પનુ 10 દિવસ સુધી યોજાયેલ જેમાં 02 જગ્યાએ 200 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. 29મે ના રોજ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી રાજીબા સ્કૂલમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્યશ્રી અને બ.કા.સાવૅજનિક કેળવણી ટ્રસ્ટના પ્રમુખશ્રી મહેશભાઈ.એ.પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને મહેશભાઈ તરફથી દરેક બાળકોને પાણીની બોટલનુ વિતરણ કર્યું હતું. નિયામકશ્રી એ.કે.પટેલ સાહેબ અને આચાર્યશ્રી પ્રતાપભાઈ સાહેબ વાલીમંડળના પ્રતિનિધિઓ અને વાલીઓ પણ હાજર રહ્યા હતા અને ઉપાસના સ્કૂલમા ડૉ .દિપ રાઠોડ સાહેબ, માહિતી પ્રસારણ વિભાગના ચૌધરી સાહેબ, જમીન ડ્રાફ્ટર વિભાગના હષૅદભાઈ જોષી , જિનિયસ ટ્યૂશન ક્લાસીસના ડૉ.વી.એસ.પટેલ સાહેબ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જમીન ડ્રાફ્ટર વિભાગના હષૅદભાઈ જોષી તરફથી પણ પાણીની બોટલનુ વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહન કરવા માટે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.સમર યોગ કેમ્પમાં બાળકો માટે રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા નંબર પણ આપવામાં આવ્યા હતા.અને વિજેતાઓને જમીન ડ્રાફ્ટર વિભાગના હષૅદભાઈ જોષી તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા.સમર યોગ કેમ્પના સમાપન સમારોહનું આયોજન અને સંચાલન બનાસકાંઠા જિલ્લાના કૉ.ઓડિનેટરશ્રી સ્મિતાબેનના માગૅદશૅન હેઠળ ગુજરાત યોગ બોડૅના કોચ દિપ્તીબેન, નીતાબેન, વિષ્ણુભાઈ અને યોગ ટ્રેનર રાજુભાઈ, તારાબા અને ગુજરાત યોગ બોડૅના ટીમના અન્ય સભ્યોશ્રી ઈશ્વરભાઈ, બાબુભાઈ, સુધાબેન સવૅ યોગ કોચ અને યોગ ટ્રેનર ખૂબ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.








