BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિરે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

20 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અમીરગઢ તાલુકાના વિશ્વ વિખ્યાત વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે લોકો દ્વારા કચરો ફેંકવામાં આવતો હોય છે. ત્યારે સાફ સફાઈ અભિયાન અંતર્ગત અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં તાલુકા પંચાયત દ્વારા તેમજ ગ્રામ પંચાયત દ્વારા કચરાની સાફ સફાઇ કરવામાં આવી હતી. વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં સાફ સફાઈ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી જીગરભાઈ પટેલ, ઈકબાલગઢ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ અગ્રવાલ તેમજ અનેક લોકો સફાઇ કરવા જોડાઇ ઠેર ઠેર પડેલ કચરાની સફાઇ કરીને વિશ્વેશ્વર મહાદેવ મંદિર સ્વચ્છ કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button