
2-જાન્યુ.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી એસ.વી.કોલેજ નું ગૌરવ બારોટ જાનકી RDC કેમ્પ માં સિલેકટ થઈ.
“સતત પાંચમા વર્ષે માંડવી કોલેજ ના NCC કેડેટ્સ RDC કેમ્પમાં સિલેક્ટ થયા ”
માંડવી કચ્છ :- દર વર્ષે પ્રજાસત્તાક દિવસે દિલ્હીના રાજપથ ખાતે પરેડ (Delhi Republic Day Parade 2024)નું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશભરમાંથી 17 NCC ડાયરકટોરેટના કેડેટ્સ ભાગ લે છે. 2024માં કચ્છ – માંડવી ની શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંથી આ પરેડમાં ભાગ લેવા માટે જાનકી બારોટ NCC કેડેટસને પસંદ કરવામાં આવ્યા છે. સૌથી આનંદ ની બાબત કે માંડવી કોલેજ ના સતત પાંચમા વર્ષે NCC કેસેટ્સ RDC પરેડ માં સિલકેટ થાયછે અને ચાલુ વર્ષે પણ જાનકી બારોટ આ પરેડમાં ભાગ લઈ રહી છે જેનું અત્યંત આનંદ થાય છે જાનકી બારોટ નું સિલેક્શન RDC માં થતા કોલેજ ના ટ્રસ્ટી આદિત્ય ભાઈ અને મંત્રી શ્રી ડો.જે.સી.પટેલ સાહેબ તથા ગઢવી સમાજ ના આગેવાનો એ કોલેજ ના NCC ઓફિસર અને પ્રિન્સિપાલ ડો.મહેશ બારડ એ જાનકી બારોટે કચ્છ નું નામ રોશન કર્યું છે તે માટે અભીનંદન આપ્યા હતા તેમજ માંડવી કોલેજ છેલ્લા 5 વર્ષ થી સતત RDC માં દર વર્ષે NCC કેડેટ્સ નું સિલેક્શન થાય છે તે ગૌરવ ની બાબત ગણી બિરદાવી હતી તેમજ NCC ઓફિસર તેમજ પ્રિન્સિપાલ ડો.મહેશ બારડ એ આનંદ વ્યક્ત જણાવ્યું હતું કે માંડવી કોલેજ ની બીજી વખત કોઈ દીકરી આ મોટા કેમ્પમાં ભાગ લઇ કોલેજ નું ગૌરવ વધારેલ તેનો આનંદ વ્યક્ત કરી જાનકી બારોટ ને અભીનંદન આપ્યા હતા.










