
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા – ૦૮ માર્ચ : એસ.એસ.પી.એ હાઈસ્કૂલ નિરોણા મધ્યે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે વિદાયમાન તેમજ શુભેચ્છા સત્કાર સમારોહ યોજવામાં આવેલ હતો. જેમાં શાળાના આચાર્યશ્રી ડો. વી.એમ. ચૌધરી સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ હતું જેમાં ચિંતા રહિત અને સ્વસ્થતા સહિત બોર્ડની પરીક્ષા કઈ રીતે આપી શકાય એ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવેલ હતો. શાળાના વરિષ્ઠ શિક્ષક પરમાર સાહેબે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ આશીર્વચન આપવામાં આવ્યા હતા. સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિરે ભણતર સાથે કૌશલ્ય લક્ષી શિક્ષણને જીવનમાં ઉતારવાની વાત કરી હતી . વિદાય દેતા વિદ્યાર્થીઓએ પણ તેમના શબ્દોના માધ્યમથી દુઃખદ તેમજ સુખદ લાગણીઓને વ્યક્ત કરી હતી. જ્યારે વિદાય લઇ રહેલ ધોરણ 12 ની વિદ્યાર્થીની આયર રૂપલ દ્વારા પોતાના શાળા સમયના સંસ્મરણો વ્યક્ત કરવામાં આવ્યા હતા.સમગ્ર વર્ષ દરમિયાન થયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર નો ખિતાબ ભાનુશાલી વંશી નીતિનભાઈ ધોરણ 9 તેમજ વાઘેલા કરણસિંહ જાલુભાને ધોરણ 12 મળ્યો હતો. માર્ચ-2023માં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ લાવનાર વિષય શિક્ષકો શ્રી અલ્પેશભાઈ જાની ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, શ્રી રમેશભાઈ ડાભી ધોરણ 12 અર્થશાસ્ત્ર , શ્રીમતી અલ્પાબેન એચ ગોસ્વામી ધોરણ 12 મનોવિજ્ઞાન અને ભૂગોળ તેમજ શ્રીમતી ભૂમિબેન વોરા ધોરણ 12 અંગ્રેજી વગેરેનું શાળાના આચાર્યશ્રી ડો. વી. એમ. ચૌધરી સાહેબ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. ધો. 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છારુપ ટ્રાનસપરન્ટ પાઉચ અને પેન આપવામાં આવ્યા હતા. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને hp નું વાઇફાઇ પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યું હતું. તો શ્રી કાનજીભાઇ આહીર, શ્રી મોહનભાઈ આહીર, શ્રી મોહનભાઈ સુથાર દ્રારા આર્થિક સહયોગ સાંપડ્યો હતો, તો શ્રી સલીમભાઈ તરફથી મંડપ વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવી હતી. શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી બી એન પરમાર સાહેબ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા દેવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ શુભેચ્છામાં આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ગામના યુવા સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીર, કાનજીભાઈ આહીર, મોહનભાઈ સુથાર, મોહનભાઈ આહીર, રમેશભાઈ મહેશ્વરી તેમજ વેલુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શિક્ષક મિત્રો કિશનભાઇ પટેલ, રમેશભાઈ ડાભી, અલ્પાબેન ગોસ્વામી, આશાબેન પટેલ તેમજ ભૂમિબેન વોરા નો સહયોગ સાપડ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ ભાનુશાલી વંશી અને દામા વંશીકા દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવી હતી.








