GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકામાં સોયાબીન પાક તૈયાર થયો બજાર ભાવથી ખેડુતોમા નારાજગી

ચોમાસાની સિઝનમાં ખેડુતોએ મગફળી કપાસ સોયાબીન તથા આંતર પાક તરીકે તુવેરદાળનુ વાવેતર અનેક ખેડુતોએ કર્યુ હતું ત્યારે મગફળી તુવેરદાળના ભાવ સામાન્ય જોવા મળી રહ્યોછે ત્યારે મોંઘવારીના સમયમાં ખાતર બિયારણ જંતુનાશક દવા પિયત સહીત ખેડુતોએ સોયાબીનનું વાવેતર કરી સોયાબીનનો પાક તૈયાર થઈ રહ્યોછે ત્યારે ખેડુતોને સરેરાશ પ્રતી વિઘે પંદર મણથી વીસ મણ સુધીનુ સરેરાશ ઉત્પાદન જોવા મળી રહ્યુછે ત્રણ સાડા ત્રણ મહિના ખેડુતોએ મહેનત કરી સોયાબીનના પાકનું ઉત્પાદન થઈ રહ્યુછે ત્યારે ખેડુતોએ કરેલ ખર્ચ મુજબ પુરતું વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહીછે હાલના મોંઘવારીના સમયમાં સોયાબીનના પ્રતી મણ નવસોથી હજાર જેટલો બજાર ભાવ જોવા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહીછે સોયાબીનનો પાક તૈયાર થતા કોઈ ખેડુતો મજુરો દ્વારા કાપણી કરી રહ્યા છે તો કોઈ ખેડુતોના ખેતરમાં સોયાબીનના પાકમાં કટર દ્વારા સોયાબીનના પાકમાં કાપણી થઈ રહીછે ખેડુતોએ કરેલ સોયાબીનના પાકમા પ્રતી વિઘે પંદર મણથી વીસ મણ સુધીનુ સરેરાશ ઉત્પાદન જોવા મળી રહ્યુછે ત્યારે બજાર ભાવ પ્રતી મણ નવસોથી હજાર જેટલો હોય ખેડુતોએ કરેલ ખર્ચ મુજબ સોયાબીનનો ભાવ ઓછો હોવાથી ખેડુતોમાં નારાજગી જોવા મળી રહીછે ત્યારે સરકાર દ્વારા પોષણક્ષમ ભાવે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગછે ત્યારે સોયાબીનના ભાવમાં વધારો થશે કે કેમ તે જોવાનું રહ્યું

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button