જુનિયર સ્ટેટ ફેન્સીંગ ચેમ્પિયશીપ સંસ્કારધામ, અમદાવાદ ખાતે યોજાઈ

એમેચ્યોર ફેન્સીગ.ઐસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા જુનિયર સ્ટેટ ફેન્સીગ ચેમ્પિયનશીપનુ આયોજન વિજયી ભારત સ્પોર્ટસ એકેડમી ખાતે તા. ૨૫/૦૮/૨૦૨૩ના રોજ કરવામા આવેલ. સ્પર્ધામાં રેફ્રી તરીકે યુવાનોને તક આપી યુવાનો આગળ વધે તેવો પ્રયત્ન કરવામાં આવેલ. જેમા કોમ્પીટીશન ડાયરેક્ટર રોશન થાપા, સોફ્ટવેર ઇન્ચાર્જ હાર્દીકજી ઠાકોર, ફોઇલ રેફરી અનુપ ચૌધરી, અજયસિંહ ચુડાસમા તથા ઇપી રેફરી યજ્ઞેશ પટેલ, આતીફા સૈયદ, હર્ષવર્ધનસિંહ ઝાલા તેમજ સેબર રેફરી તરીકે સંદિપ શર્મા, અર્જુનસિંહ ઝાલા અને ચંદન પટણી એ કામગીરી કરી સ્પર્ધાને સફળ બનાવી હતી. સ્પર્ધા દરમ્યાન સંસ્કારધામ શાળાના બાળકોને આમંત્રિત કરી ફેન્સીંગ રમત અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ દુર્ગેશ અગરવાલ, મંત્રી ભરતજી ઠાકોર, વિજયી ભારત ના ડાયરેક્ટર દિલીપભાઈ ઠાકર અને સી.ઓ.ઓ રજનીશ સિન્હાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા.
ફોઇલ વ્યક્તિગત બહેનોની ઇવેન્ટમા અમદાવાદની અનિતા વણઝારાએ ગોલ્ડ, સાબરકાઠાની રીદ્ધી ચૌધરીએ સિલ્વર તથા ગીર સોમનાથની ચેલાના અંજલી અને ગાંધીનગરની જાનવીબા વાધેલાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઇપી વ્યક્તિગત બહેનોની ઇવેન્ટમા ગાધીનગરની અમીષા ચૌધરી ગોલ્ડ, મહેસાણાની ધ્રુવી ચૌધરી -સિલ્વર તથા બનાસકાંઠાની નયના ચૌધરી અને સાબરકાંઠાની ભક્તિ પટેલએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સેબર વ્યક્તિગત ઇવેન્ટમા મહેસાણાની રીતુ પ્રજાપતી એ ગોલ્ડ, બનાસકાંઠાની આશા રાજપુરીયા એ સિલ્વર, ગીર સોમનાથની વંદિતા બારડ અને બનાસકાંઠાની મૈત્રી ચાવડાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
જ્યારે ભાઈઓના વિભાગમાં ફોઈલ વ્યક્તિગત ભાઈઓની ઈવેન્ટમા ભાવનગરના મંદિપસિંહ ગોહિલ ગોલ્ડ, સાબરકાંઠાના સુનિલ ભાટ – સિલ્વર અને પ્રતિક ભાટ બ્રોન્ઝ તથા ભાવનગરના દિવ્યરાજસિંહ ગોહિલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઈપી વ્યક્તિગત ભાઈઓની ઈવેન્ટમાં સાબરકાંઠાના જલ્પ પ્રજાપતીએ ગોલ્ડ, મહેસાણાના નાગજી ટી. ઠાકોર એ સિલ્વર, ખેડાના મુકેશ નટ અને મહેસાણાના નાગજી કે. ઠાકોર એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સેબર વ્યક્તિગત ભાઈઓની ઈવેન્ટમાં જામનગરના ધર્મરાજસિંહ જાડેજાએ ગોલ્ડ, પંચમહાલના શનીરાજસિંહ જાદવે સિલ્વર, રાજકોટના દિવ્યરાજસિંહ રાયજાદા અને મહેસાણાના માનવ ઉસદડીયા એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ દુર્ગેશ અગરવાલ અને મંત્રી ભરતજી ઠાકોરે વિજેતા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તથા આગામી નેશનલ સ્પર્ધા માટે તૈયારી શરૂ મેડલ જીતવા અપીલ કરી હતી.
ભરત ઠાકોર ભીલડી










