GUJARATIDARSABARKANTHA

અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવાળા મહામંડળ દ્વારા આજે હિંમતનગર ખાતે જાહેર સંમેલન યોજાયું

સાબરકાંઠા…

અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવાળા મહામંડળ દ્વારા આજે હિંમતનગર ખાતે જાહેર સંમેલન યોજાઇ હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય સહિત અગ્રણી હાજર રહ્યા હતાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા પગાર વધારા તેમજ કાયમી કરવાની માંગ સાથે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી છે…

સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે ખાતે અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવાળા મહામંડળ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ક્લાર્ક પટાવાળા અને કાયમી કરવા સહિતની વિવિધ માંગો માં કોઈ કાર્યવાહી ન કરાતા જે જાહેર સંમેલન યોજાયું હતું જેમાં હિંમતનગરના સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલા સહિત ગુજરાત ભરના હોદ્દેદારો તેમજ સંગઠનના કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા આ તબક્કે થયેલી વિવિધ રજૂઆતો અંતર્ગત ગુજરાત ગ્રામ પંચાયતના ક્લાર્ક તેમજ પટાવાળાઓને સ્થાનિક પંચાયતની સદ્ધતા મુજબ આપવામાં આવતું વેતન ₹500 થી લઈ ₹6,000 નું હોવાના પગલે તમામ કર્મચારીઓનું શોષણ થતું હોવાનું આક્ષેપ કરાયું છે તેમજ ગ્રામ પંચાયતોમાં વિવિધ કનડકત સહિત આક્ષેપ પ્રત્યાક્ષેપ તેમજ વિવિધ સમસ્યાઓનો સામનો કરવાનો હોવા છતાં યોગ્ય પગાર ધોરણ તેમજ કાયમી ન કરાતા હાઇકોર્ટ સુધી પણ આ મામલે રજૂઆત કરાઈ ચૂકી છે જોકે આજ દિન સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે યોજાયેલા જાહેર સંમેલનમાં ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવાળા મહામંડળના પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા હિંમતનગરના ધારાસભ્યને રજૂઆત કરાઈ રાજ્ય સરકાર સુધી પોતાની માંગ પૂરી કરવા રજૂઆત કરાય છે…

 

જોકે આ મામલે હિંમતનગર ખાતે યોજાયેલા સંમેલનમાં સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલાને બોલાવવામાં આવ્યા હતા તેમજ તેમને પણ આ મામલે સ્થાનિક કર્મચારીઓની સ્થિતિથી વાકેફ કરાયા હતા. સાથોસાથ તેમની મળતા વેતન મામલે પણ વિશેષ રજૂઆત કરાઈ હતી આ તબક્કે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારને ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોના ક્લાર્ક તેમજ પટાવાળાઓની સ્થિતિ મામલે ગુજરાત સરકારની સ્થિતિથી અવગત કરાવવાનું જણાવ્યું હતું તેમજ આગામી સમયમાં મામલે તમામ કર્મચારીઓ ની સ્થિતિ સુધરે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા સહિત રાજ્ય સરકાર ને સમગ્ર મહામંડળ દ્વારા થઈ રહેલી કામગીરી થી વાકેફ કરાવવાનું જણાવ્યું હતું જો કે આગામી સમયમાં મામલે સ્થાનિક સંગઠન સહિત પટાવાળા અને ક્લાર્કોના કાયમી કરવા સહિત પગાર ધોરણમાં સુધારો કરવા મામલે પણ હકારાત્મક અભિગમ મામલે રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું…

જોકે એક તરફ છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મહામંડળથી થઈ રહેલો અન્યાય મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રજૂઆત કરાઈ હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં ભરાયા નથી ત્યારે આગામી સમયમાં મામલે ગુજરાત કક્ષાએ વધુ એક આંદોલન છેડાય તો નવાઈ નહીં…

 

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button