
14-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- કાશીનાથ ભવન ભુજ ખાતે યોજાયેલ જિલ્લા કારોબારી બેઠકમાં વિવિધ તાલુકા ઘટક સંઘો દ્વારા કચ્છ જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો રજૂ કરવામાં આવેલ હતા. જે સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ વતિ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની લેખિત રજુઆત કરવામાં આવી હતી. વિવિધ પડતર પ્રશ્નો જેવા કે;
૧) સી.પી.એફ. ખાતા ખોલવા બાબત
૨) કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં કાયમી ટી,પી,ઇ.ઓ. અને ક્લાર્કની નિમણુંક કરવા બાબત
૩) સર્વિસ બુક ગ્રુપ શાળા કક્ષાએ મુકવા અને સમયાંતરે અપડેટ કરવા બાબતે
૪) ગાંધીધામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઇન્સ્ટોલ કરવા બાબત.
૫) બોન્ડવાળા શિક્ષકો જેણે પાંચ વર્ષ પૂર્ણ કરેલ છે તેમની જિલ્લા ફેરબદલી અરજીઓ સ્વીકારવા બાબત
૬) ગાંધીધામ અને ભુજ તાલુકાના શિક્ષકોને વાહન ભથ્થુ આપવા બાબત.
૭) બાલવાટિકા માટે અલગથી જ્ઞાનસહાયક ફાળવવા બાબત.
૮) ચુંટણી આચારસંહિતાના લીધે તા.૨૬-૦૮-૨૦૧૭ અને તા.૧૦-૦૪-૨૦૧૦ના નિમણુંક
ઓર્ડર વાળા વિદ્યાસહાયકોની સિનિયોરીટીના પ્રશ્ન બાબત
૯)કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશન ટ્રેકીંગ સીસ્ટમ સંદર્ભે છૂટછાટ આપવા બાબત
૧૦)એસ.એસ.એ. ગ્રાન્ટ વપરાશ સંદર્ભે થોડો સમય વધારી આપવા બાબત પડતર પ્રશ્નોની રજુઆત બાદ તેમનું સંગઠન દ્વારા શાલ,પુષ્પગુચ્છ અને ભારતમાતાની છબી દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય વરિષ્ઠ ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા,કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી, ઉપાધ્યક્ષ રસિકભાઈ પરમાર, મહિલા સહ મંત્રી ડો.કૈલાશબેન કાંઠેચા,ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા,નવીનભાઈ ખાંખલા, ભરતભાઇ નાઈ સહિતના કાર્યકર્તા જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.








