GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાની સહકારી મંડળીઓને ઈકોઓપરેટીવ પોર્ટલ ઉપર ડેટા ભરવા બાબત

સહકારી મંડળીઓએ તા.૧૫ ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન માહિતી અપડેટ કરવી ફરજિયાત
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાની તમામ સહકારી મંડળીઓને ઇકોઓપરેટીવ પોર્ટલ ઉપર મંડળીઓના ડેટા ભરવા જણાવવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લાની તમામ સહકારી મંડળીઓને તેમની મંડળીની તમામ વિગતો તા.૧૫/૧૨/૨૦૨૩  સુધીમાં  https://ecooperative.gov.in/Registration  ઉપર ઓનલાઈન કરવાની રહેશે.
જે મંડળીઓની માહિતી ઓનલાઇન કરવામાં નહીં આવે તો તે  મંડળીઓને રદ કરવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરવા આવશે જેની તમામ મંડળીઓએ ગંભીર નોંધ લેવી.
આ કાર્યવાહી માટે કોઈ મુશ્કેલી જણાય તો નીચે મુજબ તાલુકા સામે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો.
જેમાં જૂનાગઢ તાલુકા માટે એચ.બી. કમાણી મો- ૯૮૨૪૮૨૮૧૯૫, ભેંસાણ તાલુકા માટે એસ.એસ. દેવમુરારી મો- ૯૪૨૭૭૩૫૫૯૭, વિસાવદર તાલુકા માટે એસ.બી ભુવા મો- ૯૮૨૪૪૮૫૪૦૪, મેંદરડા તાલુકા માટે કે. એલ. રાવલીયા મો- ૯૮૭૯૯૬૬૮૮૨, માણાવદર તાલુકા માટે બી.પી. કણજારીયા મો- ૯૨૬૫૪૪૩૨૫૦, માંગરોળ તાલુકા માટે આર. એન. દાફડા મો – ૯૮૯૮૮૫૫૭૯૧, કેશોદ તાલુકા માટે જે. એ. ઠાકર મો – ૯૮૨૫૪૫૯૯૬૯૫, વંથલી તાલુકા માટે એન.આર ખોડભાયા મો – ૯૮૯૮૧૮૪૫૨૯, માળિયા તાલુકા માટે વી.વી. કરમટા મો – ૯૬૨૪૦૨૧૧૯૦  નો સંપર્ક  કરવા જૂનાગઢ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button