
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : SPC પ્રોજેક્ટ અંતર્ગત ઇસરી હાઈસ્કૂલ ખાતે બિન નિવાસી ત્રણ દિવસય કેમ્પ નો આરંભ
અરવલ્લી જિલ્લામાં જિલ્લા પોલિસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા તેમજ જે તે પોલિસ સ્ટેશન વિસ્તાર માં SPC પ્રોજેક્ટ અંતર્ગત ત્રિ દિવસીય કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેઘરજ તાલુકાના ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારના ઇસરી હાઈસ્કૂલમાં પણ સિનિયર SPC કેડેટ અંતર્ગત જોડાયેલ વિધાર્થીઓ માટે ત્રિ દિવસીય બિન નિવાસી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ઇસરી પોલિસ સ્ટેશન ના પી એસ આઈ વી એસ દેસાઈ, શાળાના મંડળના પ્રમુખ મોતીભાઈ, તેમજ હોદ્દેદારો અને શાળાના આચાર્ય કમલેશભાઈ પંચાલ,શિક્ષકો તેમજ SPC માં જોડાયેલા બાળકો હાજર રહી આ કેમ્પ ને ખુલ્લો મુકાયો હતો જેમાં ત્રિ દિવસ દરમિયાન વિવિધ પ્રવુતિઓ થી લઇ ને કાનૂની માર્ગદર્શન, તેમજ વિવિધ તાલીમ આપી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી જેમાં SPC માં જોડાયેલ 35 થી વધુ બાળકો હાલ આ કેમ્પ માં ભાગ લઇ રહ્યા છે