સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશનની સામે જ છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપીને દબોચી લીધા

તા.05/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશનની સામે જ છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે સાયકલ ઉપર સ્ટંટ કરવા જેવી સામાન્ય બાબતે ઠપકો આપતા રતનપર રહેતા કૌટુંબિક ભાઇઓ વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ છરીના ઘા ઝીંકી દેતા મોટાભાઇની હત્યા થઇ હતી જયારે નાના ભાઇને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ ત્રણ આરોપીને પકડી લીધા હતા રતનપરમાં બુધવારની મોડી રાતે પોલીસ સ્ટેશનની સામે ફરિયાદી અલ્તાફભાઇ યુસુફભાઇ ભટી બેઠા હતા ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર આરોપી તેમજ આરીફ અબ્બાસભાઇ ભટી, રમજાન અબ્બાસભાઇ ભટી અને અબ્બાસભાઇ દોસમહંમદ ભટી ત્યા આવ્યા હતા અને ફરિયાદી અલ્તાફભાઇ સાથે સાયકલના સ્ટંટ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને તકરાર કરી હતી માર મારી છરીથી ઇજા કરી હતી દરમિયાન વચ્ચે પડેલા ફરિયાદી અલ્તાફભાઇના ભાઇ દોષમહંમદને ડાબા પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્રણ આરોપીઓને પકડી લીધા હતા.