AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ મહાલ કેમ્પ સાઈટ ખાતે આઠ દિવસીય ડાંગ નેચર ફેસ્ટનો પ્રારંભ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ મહાલ કેમ્પ સાઈટ ખાતે વલસાડ વન વર્તુળનાં સી.સી.એફ મનીશ્વર રાજાએ 8 દિવસીય ડાંગ નેચર ફેસ્ટનો પ્રારંભ કરાવ્યો…
પ્રકૃતિનો અદભુત સમવન્ય એટલે ડાંગ જિલ્લાનું ઈકો કેમ્પસાઈટ,પૂર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી મહાલનો ડાંગ નેચર ફેસ્ટ..
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો ઘનઘોર પ્રકૃતિથી ઘેરાયેલો વિસ્તાર છે.ડાંગ જિલ્લાની વાત કરીએ તો નિસર્ગમય  પ્રકૃતિ જ માનવીનું આભૂષણ છે.ત્યારે ડાંગ જિલ્લાનાં બાળકોમાં પ્રકૃતિ વિશે સવિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ઉત્તર વન વિભાગ દ્વારા બે વિભાગમાં 8 દિવસીય ડાંગ નેચર ફેસ્ટનો પ્રારંભ કર્યો છે.મહાલ ખાતે આયોજીત ડાંગ નેચર ફેસ્ટનાં પ્રાસંગિક પ્રવચનમાં ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઈ રબારીએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ દ્વારા ઈકો કેમ્પસાઈટ પૂર્ણા વાઈલ્ડ લાઇફ સેન્ચુરી મહાલ ખાતે દર વર્ષે પ્રકૃતિ આધારીત વિવિધ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે.અહી પ્રકૃતિ આધારીત ફેસ્ટમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.આ ફેસ્ટમાં ભાગ લેનાર બાળકો પ્રકૃતિ સાથે સમન્વય રાખી સંશોધન કરી શકે તે માટેનું છે.8 દિવસય કાર્યક્રમમાં બાળકોનાં મગજ પર ગ્રીનરી અંગે વિકાસ,પર્યાવરણ અને વૃક્ષો તથા જીવજંતુ અને પ્રાણીઓ તથા પક્ષીઓ પ્રત્યે સંવેદના જાગે તે માટેનો છે.અહી વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે ભળી કુદરતની સંવેદના શીખે તેનો આશય છે.જ્યારે પ્રકૃતિ શિક્ષણ નિષ્ણાત અમદાવાદનાં ડૉ પ્રણવભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાનું મહાલ પ્રકૃતિની દ્રષ્ટિએ દુર્લભ સ્થળ છે.ગુજરાતનું આ એવુ સ્થળ છે કે જ્યાં મોબાઈલનાં સીનગ્નલ મળતા નથી.જેથી અહી આવતા લોકો માટે ઈશ્વરની જેમ પ્રકૃતિ જ સિગ્નલ છે.આજનાં માનવીએ સમગ્ર પ્રકૃતિને આવરી લીધી છે.પ્રકૃતિ જ આજે પૃથ્વીનું સંચાલન કરે છે.પ્રકૃતિ એ આપણી કુળદેવી છે.સાચા શિક્ષકની વાત કરીએ તો પ્રકૃતિ જ આપણી શિક્ષક છે.પ્રકૃતિનાં 24 ગુરૂ છે.જેથી આપણે પ્રકૃતિમાંથી પરિવર્તન કરવુ જોઈએ.પ્રકૃતિનાં ખોળામાં બાળક રહશે તો બાળકમાં શ્રેષ્ઠ બદલાવ આવી શકે છે.પ્રકૃતિમાં શિક્ષણની જરૂર નથી.પ્રકૃતિનાં ખોળાને જે જીવંત માણે તે જાતે જ શિક્ષણ મેળવી લે છે.આમા પ્રકૃતિમાં મુખ્ય શિક્ષકની ઉપમા અનુભવ કરાવે છે.જેથી પ્રકૃતિ જ સાચો શિક્ષક છે.અનુભવ અને માહિતી જો  મેળવવી હોય તો સાક્ષાત પ્રકૃતિને માણવી પડે છે.ડાંગનો માનવી મહાન છે.કારણ કે તેને અદભુત પ્રકૃતિનો ખોળો મળેલ છે.અહી બાળકો જીવ,જતું કે પક્ષી હોય કે પ્રાણી હોય તેઓ જોડે તાદાત્મ્ય જાળવી અનુભવ કરી પ્રકૃતિ પ્રત્યે સભાન બને તેવા પ્રયાસો કરીશુ.અને માનવી પ્રકૃતિને  ખલેલ ન પોહચાડી પ્રકૃતિનાં નજીક જઈ નવું શીખે તેવો અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે વલસાડ વન વર્તુળનાં મુખ્ય વન સંરક્ષક સી.સી.એફ.મનીશ્વર રાજાએ જણાવ્યું હતુ કે ડાંગ જિલ્લામાં આયોજિત નેચર ફેસ્ટ માટે અભિનંદન આપુ છુ.મનીશ્વર રાજાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.અને વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંબધિત પ્રશ્નો પૂછી તેઓને પ્રકૃતિ વિશે સવિશેષ જ્ઞાન પિરસ્યુ હતુ.પ્રકૃતિનાં જાગૃતતા માટે ડાંગ નાં વિદ્યાર્થીઓ અહમ ભૂમિકા ભજવી શકે છે.જો ડાંગ જિલ્લાના બાળકો જાગૃત થશે તો ઘરનાં સભ્યો જાગૃત બનશે અને પરિવારમાં જાગ્રુતતાનાં પગલે આપણા જંગલો બચી જશે.તેઓએ પ્રકૃતિનો વિરુદ્ધ શબ્દ એટલે કૃત્રિમ જેમાં તફાવત જાણવો જોઈએ તેમ જણાવ્યુ હતુ.પ્રકૃતિ એટલે જીવંત જ્યારે કૃત્રિમ એટલે જીવ વગરનું પરંતુ કુદરતમાં પણ અમુક જીવ વગરનું હોય છે.પરંતુ ખરા અર્થમાં કુદરતને નજીકથી જાણી પારખવુ જોઇએ.કુદરત છે તો માનવીનું જીવન ધબકતુ જોવા મળે છે.માનવીએ કુદરતનું રક્ષણ અને આદર કરવુ જોઈએ.પહેલા 1977/80નાં સમય ગાળામાં સમગ્ર ડાંગ જિલ્લાનાં જંગલોમાં વાઘની હયાતી જોવા મળતી હતી.સાથે  ડાંગ જિલ્લાના મહાલ સેન્ચ્યુરીમાં તો 20 જેટલા વાઘ હતા તે બાદમાં પ્રકૃતિનાં બદલાવની સાથે લુપ્ત થઈ ગયા.1995 પછી ડાંગ જિલ્લામાં વાઘ લુપ્ત નામ શેષ થઈ ગયા.જેના જવાબદાર આપણે છીએ.જેથી પ્રકૃતિ નું જતન કરીએ તો ડાંગ જિલ્લાના જંગલોમાં અન્ય રાજ્યની જેમ ફરીથી વાઘ આવી શકે છે.અને જંગલને ઘર બનાવી શકે છે.પ્રકૃતિ જ  આપણા આવનાર ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.તેઓએ બાળકોને પ્રકૃતિ અંગે જાગ્રતતા ફેલાવવાનો અનુરોધ કર્યો હતો.ડાંગ જિલ્લાના મહાલ ખાતેનાં ડાંગ નેચર ફેસ્ટમાં વલસાડ વન વર્તુળનાં મુખ્ય વન સંરક્ષક એસ.મનીશ્વર રાજા,ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઈ રબારી,સુરેશભાઈ મીના આઈ. એફ.એસ,પ્રકૃતિ શિક્ષણ નિષ્ણાતોમાં ડો પ્રણવ ત્રિવેદી, સંગીતા ત્રિવેદી,એસી.એફમાં આરતી ડામોર,નિલેશભાઈ પંડ્યા,કેયુરભાઈ પટેલ,અમિત આનંદ,આર.એફ.ઓમાં અંજના પાલવા, અર્ચના હિરે,એસ.કે.કોંકણી, વિનય પવાર સહીત વનકર્મીઓ અને શાળાનાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા..

[wptube id="1252022"]
Back to top button