
મુકેશ પરમાર નસવાડી
નસવાડી એસ.ટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા ધરમના ધક્કા.ત્રણ દિવસ કનેક્ટિવિટી બરોબર ચાલતી ન હોવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી એસ.ટી ડેપોમાં વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા ધરમ ધક્કા ખાવાનો વારો જયારે વિદ્યાર્થીઓ બસ પાસ મેળવવા માટે ત્રણ ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે.એસ ટી બસ પાસના નીકળતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન એસટી વિભાગના કર્મચારી કનેક્ટિવિટી બરોબર ચાલતી નથી તેવું જણાવી રહ્યા છે. તાલુકામાં 212 ગામો આવેલા છે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે હાલ દિવાળી વેકેશન પૂર્ણ થતા વિધાર્થીઓ અભ્યાસમાં લાગી ગયા છે અને ગામે ગામથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ એસ ટી બસમાં બેસીને નસવાડી તાલુકામાં આવે છે અમુક વિદ્યાર્થીઓ એસ ટી બસમાં બહાર અભ્યાસ અર્થે પણ જાય છે જયારે નસવાડી એસ ટી ડેપોમાં વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા માટે છેલ્લા ત્રણ ચાર દિવસથી ધરમ ધક્કા ખાઈ રહ્યા છે વાલીઓ પોતાન બાળકને લઈને આખો દિવસ લાઈનમાં બેસી રહેવાનો વારો આવે છે અને ઠાલાં હાથે પાછા જવાનો વારો આવે છે જેના બાળકોના અભ્યાસ સાથે વાલીઓને પેટ્રોલનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે જયારે એસ ટી બસના પાસ ના નીકળતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે હાલ તો એસ ટી પાસ ઓછા નીકળતા વિદ્યાર્થીઓ સવારથીજ એસ ટી ડેપોમાં પહોંચી જવું પડે છે જયારે એસ ટી ડેપોમાં પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓની મોટી મોટી લાઈનો સવાર થી લાગી જાય છે વહેલી તકે બસ પાસ નીકળે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે એસ ટી ડેપોના કર્મચારીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ એસ ટી બસ પાસ કઢાવવા માટે આવે છે પરંતુ કનેક્ટિવિટી બરોબર ચાલતી ના હોવાથી 15 થી 20 વિદ્યાર્થીઓને બસ પાસ નીકળે છે જેના લીધે મોટી મોટી લાઈનો લાગી જાય છે