
વિજાપુર તાલુકાનું ૧૫ મી ઓગસ્ટ ની ઉજવણી જેપુર ખાતે કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટ ની તાલુકા ની ઉજવણી જેપુર ખાતે મામલતદાર એચ વી પટેલ ના અધ્યક્ષતા માં અનુપમ પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવી હતી જેમાં પૂર્વ ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો શાળાના બાળકો સહિત ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપી હતી અને રાષ્ટ્રીય ગાન સાથે પ્રાર્થના તેમજ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મામલતદાર હર્ષ પટેલે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર્ય દિવસ નો મહિમા અને દેશના વીર સપૂતો એ આપેલા બલિદાનો ના પ્રસંગો ટાંક્યા હતા શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રોએ શિક્ષિકા બહેનોએ સુંદર અયોજન કર્યું હતું
[wptube id="1252022"]