મજેવડી દરગાહ પાસે બનેલ રાયોટીંગના ગુન્હામાં સાત મહિનાથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ “એ” ડિવીઝન પોલીસ

મજેવડી દરગાહ પાસે બનેલ રાયોટીંગના ગુન્હામાં સાત મહિનાથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ “એ” ડિવીઝન પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : સાત મહિના પહેલા મજેવડી દરગાહ પાસે પોલીસ ઉપર થયેલ હુમલા અને રાયોટીંગના બનાવમાં પકડવાના બાકી નાસતા ફરતા આરોપીઓ ઉપર ખાસ વોચ રાખીને તાત્કાલીક પકડી પાડવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સુચનાઓ આપવામાં આવેલ હોય.
જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડીવી.પો.સ્ટે.ના પ્રો.પોલીસ ઇન્સ. વી.જે.સાવજ તથા પો.સબ ઇન્સ. ઓ.આઇ.સીદ્દી તથા એ ડિવી.પો.સ્ટે.ના પો.સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જુનાગઢ મજેવડી દરવાજા પાસે દરગાહના ડિમોલેશન સબંધે બેનેલ રાયોટીંગના અને પોલીસ સ્ટાફ પર હુમલાન બનાવમાં નાસતો ફરતો આરોપી ઇકબાલ જુસબભાઇ સમા હાલ જુનાગઢ ખામધ્રોળ રોડ રેલ્વે ફાટક પાસે ઉભેલ છે, તેવી હકીકત મળતા તેઓએ તાત્કાલીક ઉપરોક્ત મળેલ બાતમી હકીકત આધારે તપાસ કરવા માટે પ્રો.પો.ઇન્સ. વી.જે.સાવજને સુચના કરતા પો.સબ ઇન્સ. ઓ.આઇ.સીદ્દી તથા પો.હેડ કોન્સ. કિરણભાઇ રાઠોડ, સુરેશભાઇ ગરચર તથા પો.કોન્સ. રામભાઇ ચાવડા, અજયસિંહ ચુડાસમા, ભુપતસિંહ સિસોદીયા, ભરતભાઇ ઓડેદરા સહિત પો.સ્ટાફની ટીમ સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા બાતમી હકીકત વાળો ઇસમ મળી આવેલ અને મજકુર મજેવડી દરગાહ પાસે રાયોટીંગના ગુન્હામાં છેલ્લા ૭ (સાત) મહિનાથી ફરાર આરોપી ઇકબાલભાઇ જુસબભાઇ સમાને રાઉન્ડ અપ કરી ધોરણસર અટક કરવા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.





