WAKANER:વાંકાનેરની સોસાયટીઓમાં નાગરિકોએ ચૂંટણીમાં અચૂક મતદાનના શપથ લીધા

WAKANER:વાંકાનેરની સોસાયટીઓમાં નાગરિકોએ ચૂંટણીમાં અચૂક મતદાનના શપથ લીધા

ટંકારાના વિરવાવ તથા જસદણના રામળિયામાં નાગરિકોને સમજાવાયું એક-એક મતનું મહત્ત્વ
રાજકોટ તા. ૨૩ એપ્રિલ – લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.
વાંકાનેર ખાતેના શહેરી વિસ્તારમાં આવેલી મનમંદિર સોસાયટી, અરૂણોદય સોસાયટી, આશિયાના સોસાયટી, વિદ્યા ભારતી સોસાયટીમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ નાગરિકોને અચૂક મતદાન માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ટંકારા વિધાનસભા મત વિભાગના વિરવાવ ગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિમાં નાગરિકોને લોકશાહીમાં મતનું મહત્ત્વ સમજાવાયું હતું. તેમજ મતદાર જાગૃતિ માટેના શપથ લેવામાં આવ્યા હતા.
જ્યારે જસદણ વિધાનસભા મત વિસ્તારમાં રામળીયા ગામમાં ચુનાવ કી પાઠશાળા યોજવામાં આવી હતી. જેમાં નાગરિકોને મતાધિકારનું મહત્ત્વ સમજાવાયું હતું.








