ગરબા હવે ગુજરાત મા જ સીમિત ન રહેતા દેશ ઉપરાંત દુનિયા માં હેરિટેજ તરીકે હોટફેવરિટ બન્યા છે જેની નોંધ યુનેસ્કો દ્વારા પણ લેવાઈ

7 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
મૂળ માં અંબે ના નામ થી પ્રચલિત બનેલા ગરબા ગુજરાત ની આગવી ઓળખ છે ત્યારે આગરબા હવે ગુજરાત મા જ સીમિત ન રહેતા દેશ ઉપરાંત દુનિયા માં હેરિટેજ તરીકે હોટફેવરિટ બન્યા છે જેની નોંધ યુનેસ્કો દ્વારા પણ લેવાઈછે ત્યારે ભારતીય સંસ્કૃતિ નું ગુજરાત રાજ્ય લોકનૃત્ય ગરબા ને હેરિટેજ ની અંદર યુનિસ્કો દ્વારા બોત્સવાનાની અંદર અમુર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તત્વ તરીકે ગુજરાત ના ગરબાનું નામાંકન થયું છે જેને લઇ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના ચાચરચોકમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ગરબાનું ભવ્ય કાર્યક્રમ યોજી જે ગરબા ને હેરિટેજ ની અંદર સમાવેશ કરાયો છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજના આ ઉજવણી કાર્યક્રમ ને બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશ સોની સહીત ટેમ્પલ ઇન્સ્પેકટર પ્રવીણ ગોસ્વામી ને અંબાજી ભાજપા મંડળ ના પ્રમુખ બકુલેશ શુક્લ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું ને સાથે અંબાજી ની આદિવાસી આશ્રમ શાળા ની બાલિકાઓ દ્વારા ગરબા નું લોકનૃત્ય રજૂ કર્યું હતું તેણે મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે યાત્રિકો એ નિહાળી ભારે આનંદ વ્યક્ત કર્યો હતો સાથે યુનેસ્કો દ્વારા ગરબા લોક નૃત્ય ની હેરિટેજ માં સ્થાન પામતા તેનું LIVE ટેલિકાસ્ટ કાર્યક્રમ પણ લોકો એ નિહાળ્યું હતું.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.