GUJARATJETPURRAJKOT

Rajkot: સ્વચ્છતા એ જ સેવા ‘મારું ગામ, સ્વચ્છ ગામ’ની નેમ સાકાર કરતા રાજકોટ જિલ્લાના મોટા દડવા તથા પીપરડી ગામ

તા.૨૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત ઠેર-ઠેર સઘન સફાઈ કરીને તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારો સ્વચ્છ બનાવાઈ રહ્યા છે.

ત્યારે રાજકોટ જિલ્લાના મોટા દડવા ગામ તેમજ પીપરડી ગામમાં જાહેર રસ્તાઓ, ખુલ્લા પ્લોટ, શાળાઓ, કચેરીઓ સહિતના સ્થળોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. જેમાં સૂકાં અને પ્રવાહી કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, ઝાડી-ઝાંખરાનો નિકાલ, પ્રેરણાદાયી ભીંતચિત્રો સહિતની કામગીરી કરાઈ હતી. આ કાર્યમાં સરકારી તંત્ર સાથે જનતા ભાગીદાર બનતા ‘મારું ગામ, સ્વચ્છ ગામ’ની નેમ સાકાર થઇ હતી.

[wptube id="1252022"]
Back to top button