GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા માલગોડાઉન ની બે દુકાનો માં થયેલી ચોરીનો એલસીબી પોલીસે ભેદ ઉકેલ્યો

મહેસાણા માલગોડાઉન ની બે દુકાનો માં થયેલી ચોરીનો એલસીબી પોલીસે ભેદ ઉકેલ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા માલ ગોડાઉન થયેલ ચોરીનો મુદ્દામાલ સાથે આરોપીઓ ને ઝડપી ને એલસીબી પોલીસે ભેદ ઉકેલી નાખ્યો ઝડપાયેલ ત્રણ ઈસમો પાસેથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જીલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા દ્વારા ગુનાખોરી અટકાવવા અન ડિટેકટ કેસો સફળ પૂર્વક ઉકેલવા માટે આપેલ સૂચના મુજબ એલસીબી પોલીસ જૂદીજુદી ટુકડી બનાવી ને પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન ખાનગીમાં બાતમી મળી હતીકે હકીકત ની વર્ણન વાળા ત્રણ ઈસમો માલગોડાઉન પાસે લોખંડ બજાર નજીક ધી ની બે પેટીઓ મગજતરી અખરોટ ખજૂરના પેકેટો તેમજ સ્ટેશનરી નો માલ સામાન શંકાસ્પદ વેચવા ના ફિરાગ માં છે જે મળેલી હકીકત ની તપાસ કરતા સ્થળ ઉપર રોહિતજી ઉર્ફે કાળું સેન્ડી રતનજી ઠાકોર તેમજ મનીશજી શકરાજી ઠાકોર તેમજ સરફરાઝ ઉર્ફે રાજા ઇસ્માઇલ શેખ ને યુક્તિ પ્રયુક્તિ થી પૂછતા કોઈએ સંતોષકારક જવાબ નહીં આપતા વિશ્વાસ માં લઈને વધુ પુછપરછ કરતા ત્રણ ઈસમોએ સ્ટેશનરી તેમજ કરીયાણા ની દુકાનમાં ભેગા મળી ચોરી કરી હોવાનું કબુલાત કરતા તેઓની પાસેથી રૂપિયા 63388/- નો કુલ મુદ્દામાલ જપ્ત કરી બનાવ અંગે પોલીસ મથકે ખરાઈ કારી ત્રણે ઈસમો ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button