JETPURRAJKOT

અભયમ ટીમના કાઉન્સેલરે મહિલાઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇનની માહિતી આપી

તા.૨૫ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અર્થે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓ અન્વયે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલુ હિંસા આચરવામાં આવતી હોય અથવા એવો ભય હોય તો અસરગ્રસ્ત મહિલા હેલ્પલાઇન નંબર ૧૮૧ પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે, જેમાં મહિલા સાથે થતી દરેક પ્રકારની હિંસા માટે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

રાજકોટ સ્થિત બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. રવિ બારોટ અને સૌરાષ્ટ્ર કચ્છના ૧૮૧ મહિલા હેલ્પલાઇનનાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી તુષારભાઈ બાવરવાના માર્ગદર્શન હેઠળ ૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા અને કૃપાલીબેન ત્રિવેદી ફરજ બજાવે છે. આ બંને બહેનોએ રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સોસાયટીઓ, મંદિરો, બગીચાઓ તેમજ મહિલાલક્ષી સંસ્થાઓ સહિતના સ્થળોએ જઈને મહિલાઓ પર થતી ઘરેલું હિંસા સામે વિરોધ કરવા અંગે તેમજ ૧૮૧ અભયમ ટીમ કેવી રીતે ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓને મદદરૂપ થશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ૨૪ કલાક અવિરત કાર્યરત છે. જેમાં મહિલાઓના જીવનમાં મુંઝવતા પ્રશ્નોનું કાઉન્સેલિંગના માધ્યમથી નિરાકરણ લાવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિધવા પેન્શન, વ્હાલી દિકરી યોજના, ૧૦૮ એમ્બ્યુલન્સ, પશુ હેલ્પલાઇન, ખિલખિલાટ એમ્બ્યુલન્સ, ધન્વંતરી રથ સહિતની યોજનાઓ અંગેના લાભો વિશે ઉપસ્થિત મહિલાઓને જાગૃત કરાઇ હતી.

[wptube id="1252022"]
Back to top button