કાલોલ તાલુકા ના ઇતિહાસ માં પ્રથમવાર હિસાબી માસ હોવા છતાં પ્રા.શિક્ષકો નો પગાર સમયસર થયો.

તારીખ ૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા શિક્ષણ શાખા માં દર વર્ષે માર્ચ માસ હિસાબી મહિનો હોવાથી ઇન્કમટેક્ષ નીં કપાત ની કામગીરી ને લઈને પ્રા.શિક્ષકો નો પગાર માર્ચ માસના અંત સુધી પણ આજદિન સુધી રેગ્યુલર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઓ ભૂતકાળ માં હોવા છતાં પગાર નહોતો થતો જ્યારે કાલોલ તાલુકા ના ઇતિહાસ સૌ પ્રથમવાર કાલોલ તાલુકા માં પ્રા. શિક્ષકો માંથી જ તાલુકા પ્રા. શિક્ષણાધિકારી બનેલ ઇ.ચા. વિરેન્દ્રસિંહ પરમાર ની શિક્ષકો પ્રત્યેની લાગણી અને શિક્ષક હિત ધ્યાન માં ને લઈને રાત-દિવસ કચેરી માં શિક્ષકો નો સહકાર લઈને યુવા સિ.ક્લાર્ક કૃશાંગ ભટ્ટ ની આગવી સૂઝ ને લઈને તમામ પગારકેન્દ્ર ના બિલ બનાવી હોળી નો તહેવાર નજીક ના સમયમાં આવતો હોઈ માસની શરૂઆત જ માં પ્રાથમિક શિક્ષકો નો પગાર કરેલ છે.આ બદલ કાલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેન્દ્રસિંહ પી. પરમાર તેમજ તાલુકામાં વહીવટી કામ કરતી શિક્ષકોની તાલુકાની ટીમના હરીશભાઈ પટેલ, સુરેશભાઈ વરિયા તથા સિદ્દીકભાઈ અને સિ કલાર્ક નો મહાસંઘ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન તથા મંત્રી રમેશભાઈ પટેલ,સંઘઠન મંત્રી જનકસિંહ અને મહાસંઘ ની તમામ ટીમે તાલુકા ના તમામ શિક્ષકો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે.સાથે સાથે શિક્ષકોમાં આનંદનું મોજું છવાઈ ગયેલ છે.આ જ રીતે શિક્ષક ના હિત ના ઘણા સમયથી બાકી રહેલા પડતર પ્રશ્નો નું પણ સમય મર્યાદા માં નિરાકરણ થાય તેવી મહાસંઘ દ્વારા અપેક્ષા રાખી હતી.