GUJARAT

સાધલી નાં 9 વર્ષનાં મોહંમદ હસ્નેન ખત્રીએ ત્રીસ રોઝા રાખી ખુદાની બંદગી કરી

હિંમતે મર્દા તો મદદે ખુદા એ ઉક્તિને સાધલી નાં મોહંમદ હસ્નેન એ સાર્થક કરી બતાવી છે. વડોદરાના શિનોર તાલુકાના સાધલી ગામના નવ વર્ષના મોહંમદ હસ્નેન ખત્રીએ પવિત્ર રમઝાન માસના ત્રીસ રોઝા પૂર્ણ કર્યા છે. હસ્નેનએ પવિત્ર રમઝાન માસના રોઝા રાખી ખુદા તઆલાની બંદગી કરી રહી છે. હાલ મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસ અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ત્યારે મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. ત્યારે સાધલી નાં સરદાર નગર વિસ્તારમાં રહેતા હારુન ખત્રી નાં નવ વર્ષના દીકરા મોહંમદ હસ્નેન ખત્રીએ ઉનાળાની આગ ઝરતી ગરમીમાં રમઝાન માસના ત્રીસ રોઝા પૂર્ણ કરી અલ્લાહની બંદગી કરી હતી. કાગઝળ ગરમીમાં ભૂખ તરસ સહન કરી 9 વર્ષનાં મોહંમદ હસ્નેન ખત્રીએ નાની વયે પૂરા રમજાન માસના ત્રીસ રોઝા રાખી હિંમતે મર્દા તો મદદે ખુદા એ ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામી છે. સાથે સાથે દેશમાં અમન અને શાંતિ કાયમ રહે અને હિંદુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હળીમળીને રહી કોમી એકતાની ભાવના જાગૃત કરે એ માટે હસ્નેન તેમજ એના પૂરા પરિવારનાં સભ્યોએ વિશેષ દુઆ ગુજારી હતી. ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button