
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્ય સરકારનાં ગૃહ વિભાગ દ્વારા થોડા દિવસ પૂર્વે રાજ્યનાં 70 જેટલા આઈ.પી.એસ અને એસ.પી.એસ કક્ષાનાં અધિકારીઓની બદલી કરી હતી.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાંથી પણ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજા(IPS)ની ગાંધીનગર ખાતે ઇન્ટેલીજન્સ બ્યુરોમાં એસ.પી તરીકે બદલી થતા ડાંગ પોલીસ અધિક્ષકની જગ્યાએ બરોડા શહેરમાં ડી.સી.પી તરીકે ફરજ બજાવતા યશપાલ જગાણીયા(IPS)ની નિમણૂક થઈ હતી.ડાંગ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ અધિક્ષક તરીકે યશપાલ જગાણીયા(IPS)એ બે દિવસ પૂર્વે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લેતા જિલ્લા વહીવટી તંત્રની ટીમે તેઓને આવકાર્યા હતા.ડાંગ જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે કાર્યભાર સંભાળનાર યશપાલ જગાણીયા(IPS)એ અગાઉ ગાંધીનગર ખાતે રાજ્યપાલ ભવન તથા બરોડામાં ડી.સી.પી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.તથા પોલીસ વિભાગમાં બહોળો અનુભવ ધરાવે છે.તેઓની પ્રથમ મુલાકાત દરમ્યાન તેઓએ જણાવ્યુ હતુ ડાંગ જિલ્લાની પ્રજા ભોળી અને શાંત છે.જેના પગલે અહી ક્રાઈમ રેટ પણ ઓછો જોવા મળે છે.આવનાર દિવસોમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ શાંતિ અને સુલેહ જળવાઈ રહે તેવી દિશામાં પોલીસ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાશે.ખાસ કરીને ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારની આદિવાસી મહિલાઓ માટે પોલીસ વિભાગ દ્વારા જાગૃતિનાં કાર્યક્રમો હાથ ધરી સ્વરોજગારી તરફ વાળવાનાં પ્રયત્નો હાથ ધરાશે.વધુમાં ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનાર કે કરનાર તથા શાંતિ ડહોળનાર ત્રાહિત ઈસમો વિરુદ્ધ જરા પણ સેહ શરમ રાખ્યા વગર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી દાખલો બેસાડવામાં આવશે..