
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભાગ્યમાં લખેલુ ક્યારે ભુસાતું નથી,આત્મા પરમાત્માના રૂપે ન્યાય લે છે : શ્રીમદ રામજીબાપા, નવાગામ ખાતે સત્સંગ મેળાવડાનું આયોજન કરાયું

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગામ (ઇસરી )ખાતે સત્સંગ મેળાવડા નું આયોજન નવાગામ ગામના વડીલો યુવાનો તેમજ તમામ ગ્રામજનો ના સહિયોગ દ્વારા મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોલવાણી નિવાસી શ્રીમદ રામજીબાપા ના સાનિધ્યમાં સત્સંગ મેળાવડો યોજાયો હતો જેમાં રામજીબાપા ને બગીમાં વરઘોડો કાઢી સામૈયુ કરવામાં આવ્યું હતું જેમાં નવાગામ સહીત આજુબાજુના ગામમાં અનેક લોકો સામૈયામા જોડાયા હતા અને શ્રીમદ રામજીબાપા એ સત્સંગ કર્યો હતો. રામજીબાપા એ જણાવ્યું હતું કે આ સંસાર દેહ માત્રનો છે અને સંસાર ને જાણવો જરૂરી છે વ્યક્તિ પોતે પોતાના કર્મે આધીન જ ભોગવવું પડે છે જીવનમાં મહાત્મા રૂપી પરમાત્મા નો સહિયોગ થઇ જાય તો માનવીનું જીવન અંધકાર માંથી અજવાળા તરફ આવી જાય છે મનુષ્ય અવતાર માં મનુષ્ય જીવને પોતાનાં આત્માને સમજાવો જરૂરી છે જો એ સમજી જાય તો ભવસાગર પણ તરી જાય છે તું તારું સારુ કર્મ કર્યા કર ફળની આશા રાખ્યા વગર તો પરમાત્મા ના દર્શન અવશ્ય થશે આમ શ્રીમદ રામજીબાપા એ સત્સંગ રૂપી આધ્યાત્મિક બાબતો અને પ્રસંગો મેળાવડામાં મૂકી આધ્યાત્મિક જ્ઞાનના દર્શન કરાવ્યા હતા અને અંત નવાગામ ગ્રામજનો દ્વારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદ નું પણ આયોજન કરાયું હતું અને પ્રસાદ લઇ મેળાવડા ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.









