GUJARATIDARSABARKANTHA

હિંમતનગર ખાતે ” વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ” ની ઉજવણી કરાઈ

હિંમતનગર ખાતે ” વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ” ની ઉજવણી કરાઈ

**

સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા ” વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ” ઉજવણી સ્ટાર સિટી હિંમતનગર ખાતે કરવામાં આવી હતી.

સમગ્ર વિશ્વમાં 28 મે વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. તરુણઓ, કિશોરીઓ અને મહિલાઓને માસિક અંતર્ગતની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવા આરોગ્ય શાખા દ્વારા માસિકોત્સવ -2024 નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વિષય નિષ્ણાંતશ્રીઓ દ્વારા પેનલ ડિસ્કશન કરી સર્વેને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ ને સન્માનિત કરવામાંઆવ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએથી એડિશનલ ડાયારેકટર પબ્લિક હેલ્થ ડો. સુરેન્દ્ર જૈન, રીજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. કતીરા, સ્ટેટ લાયજન ઓફિસર ડૉ. રાજેશ ગોપાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, સી. ડી. એમ. ઓશ્રી ડૉ.બળદેવ ભાઇ પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button