
4-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ :- વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી સંસ્થા ખાતે કરવામાં આવેલ જેમાં વીસ જેટલાં જરૂરીયાતમંદ દિવ્યાંગ પરિવારોને સંસ્થાનાં મંત્રીશ્રી હોથુજી પી. જાડેજા, ટ્રસ્ટીશ્રી નવલસિહ જાડેજા, છાયાબેન લાલન , કેતનભાઈ સોલંકી, માનસંગજી સોઢા વગેરે મહાનુભવોની ઉપસ્થિતીમાં સંસ્થા દ્વારા રાશનકીટ નુ વિતરણ કરવામાં આવેલ તદ્ઉપરાંત સંસ્થા દ્વારા ઝૂપડપટ્ટી વિસ્તારમાં જઈને રંક પરિવારોને સંસ્થાનાં મંત્રીશ્રી હોથુજી પી. જાડેજા અને ટ્રસ્ટીશ્રી નવલસિંહ જાડેજા નાં હસ્તે વસ્ત્ર વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાનાં વ્યવસ્થાપકશ્રી ખુશાલભાઈ ગાલા, કૈલાશગીરી ગૌસ્વામી અને નાનજી કોલી એ જહેમત ઉઠાવેલ.

[wptube id="1252022"]









