KUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ડૉ એ.પી.જે. કલામ મેગા ઓનલાઈન પરીક્ષા બોર્ડના પરિક્ષાર્થીઓ માટે સમગ્ર ગુજરાતમાં યોજાશે.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા – ૧૬ : આગામી તા-૨૫/૦૨/૨૪ – રવિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ડૉ.એ.પી.જે. કલામ મેગા ઓનલાઈન પરીક્ષા યોજાવાની છે, તે અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાના અને અમદાવાદ, વડોદરા અને સુરત શહેર મળી કુલ ૩૬ સંયોજકોની ગત રાતે પૂર્વ આયોજનના ભાગ રુપ સમગ્ર પરીક્ષાના સંકલન કર્તા તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આચાર્ય ગ્રાન્ટેડ સંવર્ગ સહસંગઠન મંત્રી તરુણભાઇ વ્યાસે ઓનલાઈન રાજ્ય પરીક્ષા અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી. ઓનલાઈન બેઠકની શરૂઆત માં શારદે વંદનાથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત માધ્યમિક ગ્રાન્ટેડ મહિલા ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેન ચૌહાણે કરેલ હતી. આ સુંદર મજાનું આયોજન રાજ્યના ઓનલાઈન પરીક્ષાના સંયોજક મનીષભાઈ વિંઝુડા કરી રહ્યા છે. જેમાં બોર્ડના પરિક્ષાર્થીઓને ૧૨૫ હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવશે, જે બોર્ડની પરીક્ષામાં પૂછાતા ૨૪ ગુણના હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે. તેઓએ ભૂતકાળમાં પણ આ પ્રકારની જિલ્લા કક્ષાએ પ્રસંશનીય કામગીરી કરેલ છે અને રાજ્ય ઓનલાઈન પરીક્ષા બાબતે પણ તમામ ટેક્નિકલ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઉલજી તેમજ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર ઉપસ્થિત રહેલ હતા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની દ્વારા કલ્યાણ મંત્ર વડે ઓનલાઈન બેઠકનુ સમાપન કરવામાં આવેલ હતુ. આ ઓનલાઈન રાજ્ય પરિક્ષા બાબતે કચ્છ જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની સંયોજક તરીકેની સેવા આપી રહેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button