
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આહવા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી, તથા આરોગ્ય વિભાગ ડાંગના સંયુક્ત ઉપક્રમે, નારી વંદન ઉત્સવ નિમિતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ હતી.
મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઊજવણી અન્વયે ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, અને સુબીર તાલુકાના PHC ખાતે એનિમિયા, આર્યન ફોલીક એસિડ ટેબ્લેટ, બી.એમ.આઈ, હિમોગ્લોનબીન તપાસ, આરોગ્ય તપાસ માટે કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૫૧૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ફિટ ઈન્ડિયાની થીમ પર દીપદર્શન સ્કુલ થી એક સાઇકલ રેલીનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા બાળકીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
[wptube id="1252022"]