
8 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
ઉપાસના વિદ્યાલયના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ રેલ્વે આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નિબંધ, ચિત્ર તેમજ વકૃત્વ સ્પર્ધા યોજાયેલ. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે શાળાના માર્ગદર્શક શ્રી સિદ્ધાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ તેમજ અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રીમતી સીમા મેમ મેવાડા ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને પાલનપુર રેલ્વે સ્ટેશન ખાતે રાખેલ સન્માન સમારોહમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં પરબતભાઈ પટેલ અનિકેતભાઈ ઠાકર નગરપાલિકાના અધિકારી કિરણબેન પટેલ તથા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]





