હાલોલ-ફાયરિંગ તાલીમ કરી પરત ફરતા દાહોદની પાવડી એસઆરપી ગ્રૂૃપના જવાનો ભરેલી બસ પલટી,સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩૦.૧૦.૨૦૨૩
પાવાગઢ ની તળેટી ખાતે આવેલ ફાયરિંગ બીટમાં ફાયરિંગની તાલીમ અર્થે આવેલ દાહોદ જિલ્લાના પાવડી ખાતેના એસઆરપી ગ્રુપ નંબર ૪, ની ટીમ ફાયરિંગની તાલીમ મેળવી પરત ફરી રહેલ ત્યારે તેમની બસને અકસ્માત નડ્યો હતો.જેમાં બસમાં સવાર ૫૦ જવાનો પૈકી ૩૮ જવાનોને ઇજાઓ પહોંચી હતી.જેમાં ૯ ને વધુ ઇજા હોવાને લઈ પ્રાથમિક સારવાર હાલોલ ખાતે આપી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના પાવડી ખાતેના એસઆરપી ગ્રુપ નંબર ૪ ની ટીમ આજે વહેલી સવારે પાવાગઢની તળેટી ખાતે આવેલ ફાયરિંગ બીટમાં ફાયરિંગ કરવાની તાલીમ અર્થે ૩, અલગ અલગ બસમાં જવાનો તાલીમ મેળવવા માટે આવ્યા હતા.તાલીમ મેળવ્યા બાદ સાંજના સમયે પરત ફરતી વેળાએ ફાયરિંગ બીટ નજીક માં કાચા રસ્તા ના નાળા પાસે બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી.બસમાં ૫૦ જેટલા જવાનો સવાર હતા.અકસ્માત માં ૩૮ જવાનને ઈજાઓ થઇ હતી. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તાબડતોડ પહોંચી ગયા હતા.ત્યાંથી ઇજાગ્રસ્તોને હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ ઇજાગ્રસ્તો પૈકી ૯ જેટલા જવાનોને વધુ ઇજા થતાં તેઓને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.જેમાં બે ઈજા ગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળેલ છે.ઘટના ના પગલે હાલોલ ગ્રામ્ય પોલીસ તેમજ શહેર પોલીસ બંને પોલીસ મથકના પીઆઇ તેમની ટીમ સાથે રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
વડોદરા રીફર કરેલ ઇજાગ્રસ્તો ની યાદી.દલપતભાઈ શનાભાઇ ભરવાડ,વસીમભાઈ રહીશ,મુકેશ રામસિંગ,સુરેશ નરવતભાઈ પટેલ,ધવલ ગોવિંદભાઈ સોલંકી,માલીવાડ ભેમાભાઈ ભેમાભાઈ, પ્રકાશભાઈ ભગવાન ચૌહાણ,દેવેન્દ્ર ઠાકોર,જુનેદ મલેક.