GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ ડિવિઝન  પોસ્ટ ઓફિસમાં એમ્પેનલમેન્ટ અને એજન્ટની નિયુક્તિ માટે વોક ઈન ઇન્ટરવ્યૂ તા.૯ જાન્યુઆરીના યોજાશે

જૂનાગઢ ડિવિઝન  પોસ્ટ ઓફિસમાં એમ્પેનલમેન્ટ અને એજન્ટની નિયુક્તિ માટે વોક ઈન ઇન્ટરવ્યૂ તા.૯ જાન્યુઆરીના યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ડિવિઝન  પોસ્ટ ઓફિસમાં એમ્પેનલમેન્ટ અને એજન્ટની નિયુક્તિ માટે વોક ઈન ઇન્ટરવ્યુ તા.૯  જાન્યુઆરીના  યોજાશે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ જૂનાગઢ ડિવિઝન, જૂનાગઢ, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસના વેચાણ માટે એમ્પેનલમેન્ટ, એજન્ટ નિયુક્તિ માટે વોક ઈન ઇન્ટરવ્યુ  યોજાશે.
જેમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તા.૯/૧/૨૦૨૪ ના રોજ પ્રમાણપત્રો સાથે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડિવિઝન, ચોથો માળ, ગાંધીગ્રામ, જૂનાગઢ ૩૬૨૦૦૧  ખાતે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવુ.  ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આધારકાર્ડ, પાનકાર્ડ, આવશ્યક સર્ટિફિકેટ અને અનુભવ ( જો કોઈ હોય તો)  તે બાબતના દાખલા ની પ્રમાણિત નકલો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે. આ ઇન્ટરવ્યૂ માટે ધો. ૧૦  પાસ અને ઉંમર વર્ષ ૧૮  થી ૫૦ ની હોવી જરૂરી છે. ઈન્ટરવ્યુ સમય  સવારે ૧૧ વાગ્યા થી  સાજે ૫ વાગ્યા સુધી રહેશે.
જેમાં ભુતપૂર્વ લાઈફ એડવાઈઝરો, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો, એસ એચ જી, ભૂતપૂર્વ સર્વિસ મેન, નિવૃત્ત ટીચરો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો તથા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઈપણ ઈચ્છુક વ્યક્તિ હાજર રહી શકશે. તેમજ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ અને કોમ્પ્યુટર ની જાણકારી, સ્થાનિક ક્ષેત્રની જાણકારી ધરાવનાર ને પ્રાથમિકતા આપવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button