
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

છ માર્ચ 2024 ના દિવસે મહા લડતના મંડાણના ભાગરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા પેન ડાઉન ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે 6 માર્ચના રોજ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 8000 કર્મચારીઓ દ્વારા મહામતદાન શરૂઆત થઈ છે મહામંથન માટે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓના તમામ શિક્ષક મિત્રો જેની અંદર સરકારી માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, ગ્રાન્ટેડ શાળા તેમજ હાયર સેક્ધડરી શાળાઓના શિક્ષકો તેમજ કોલેજના અધ્યાપક મિત્રો આ ચૂંટણી કાર્યક્રમની અંદર જોડાયા છે સાથે સાથે અન્ય સરકારી વિભાગના કર્મચારી જીઇબી, એસટી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રેવન્યુ તલાટી મંત્રી,ભારતીય મજદૂર સંઘ વગેરે તમામ સરકારી સંવર્ગના કર્મચારીઓ દ્વારા મહા ચૂંટણી કાર્યક્રમ માં ભાગ લેવા આવ્યા હતા 8000 જેટલા કર્મચારીઓ છઠ્ઠી માર્ચના રોજ ચૂંટણી કાર્યક્રમની અંદર ભાગ લેશે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત પ્રેરિત મહા ચૂંટણી કા તમામ તાલુકાની અંદર ફરતી મત પેટી દ્વારા કર્મચારીઓનો મત ઉભરાવી જિલ્લા કક્ષાએ જમા કરી રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે આ મતદાન યોજાશે જે જે માંગણી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે આ અંગે મોરચાના સંયોજક: અસવાર દશરથસિંહે જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં 8000માંથી 6000 હજારથી વધુ સરકારી કર્મીઓ મતદાન માટે જોડાશે તેવું મતદાન ના આંકડા કહી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા જ્ઞાત સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગર 9 માર્ચ કેસરિયા રંગે મહા રેલી રંગાશે.





