એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે સ્વચ્છતા અંગેની જાગૃતિ ના ચિત્રો દોર્યા

એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે સ્વચ્છતા અંગેની જાગૃતિ ના ચિત્રો દોર્યા
***
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં એસટી ડેપોમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે સ્વચ્છતા અંગેની જાગૃતિ ના ચિત્રો દોરી તેમાં સાત રંગોથી સજાવ્યા હતા.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત હિંમતનગર શહેર ને સ્વચ્છ બનાવવા નાગરિકોમાં જાગૃતિ આવે અને સફાઇના મહત્વને લોકો પોતાની નૈતિક ફરજ સમજી સ્વચ્છતા જાળવે તે માટે દિવાલો પર ચિત્રો દોરવામાં આવ્યા હતા. જાહેર જગ્યાઓને સ્વચ્છ અને હિંમતનગર શહેરને સ્વસ્થ બનાવવા માટે હિંમતનગર એસ.ટી ડેપો પ્રવેશદ્વાર ની દિવાલ અને જાહેર શૌચાલય ખાતે ૧૫ થી વધુ ચિત્રો દરાયા હતા. જેમાં “સફાઈ કરી પરિસ્થિતિને સુધારો અને સંસારને સુખી રાખો”, “મારું હિંમતનગર, સ્વચ્છ હિંમતનગર” જેવા સંદેશા આપતા સુંદર ભિંત ચિત્રોના નિર્માણ થકી વિધાર્થીઓએ સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા









