DANG

ડાંગ: વઘઇની મહિલા એજન્ટે ગ્રાહકોનાં રીકરીંગનાં નાણાને ચાઉ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ નગરનાં એક મહિલા એજન્ટે ગ્રાહકોનાં રીકરીંગનાં નાણાને ચાઉ કરી જઈ છેતરપિંડી કરતા વઘઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ…

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીબેન રઘુનાથભાઈ બાગુલ ઉ.47.ધંધો પોસ્ટ એજન્ટ હાલ રે.વઘઇનાઓએ ગ્રાહકોનાં પોસ્ટનાં ડેઈલી રીકરીંગનાં નાણા ઉઘરાણી માટે કાજલબેન અશ્વિનભાઈ પટેલ રે.રાજેન્દ્રપુર વઘઇનાંઓને નોકરી પર રાખી કામગીરી સોંપી હતી.જેમાં કાજલબેન પટેલ દ્વારા જાન્યુઆરી 2022થી સપ્ટેમ્બર 2022 સુધીનાં ગ્રાહકોનાં અંદાજીત 11,41,700/-રીકેરિંગ ઉઘરાણીનાં નાણા પોસ્ટમાં જમા ન કરાવી નોકરીએ રાખેલ હકનાં અધિકારનો દુરઉપયોગ કરી બદદાનતથી ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈ ઉચાપત કરી નાણા ન આપી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીએ નાણા ઉચાપત કરનાર કાજલ પટેલ વિરુદ્ધ વઘઇ પોલીસ મથકે ગુનો નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

[wptube id="1252022"]
Back to top button