સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેનાં મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી

તા.27/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ મતગણતરી યોજાશે સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી હતી આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારી કે સી સંપટે મતગણતરી કેન્દ્ર ખાતે તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી વધુમાં તેમણે કંટ્રોલરૂમ, કાઉન્ટિંગ રૂમ, એડિશનલ રૂમ, CCTV કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ગોઠવવા જણાવ્યું હતું વાહન પાર્કિંગ, સુરક્ષા, EVM ગણતરી,પોસ્ટલ બેલેટ ગણતરી, મતગણતરી સમયે પૂરતો સ્ટાફ સહિતની વ્યવસ્થાઓ કરવા જણાવ્યું હતું આ મુલાકાતમાં જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, કાર્યપાલક ઇજનેર એન.એન.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.





