GUJARATMULISURENDRANAGAR

નવા સુરજદેવળ મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતીમા આદર્શ આચાર સંહિતાનું ઉલંઘન

રામકુભાઇ કરપડાએ ચુટણી અધિકારીને ફરીયાદ દાખલ કરવા કરી રજુઆત

તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રામકુભાઇ કરપડાએ ચુટણી અધિકારીને ફરીયાદ દાખલ કરવા કરી રજુઆત

ગતરોજના રવિવારના ચોટીલા તાલુકાનાં દેવસર નવા સુરજદેવળ મંદિર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ અને ધારાસભ્ય જગદીશ મકવાણા વઢવાણ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા લીંબડી અને ભાજપ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અને પોલીસની હાજરી હતી ત્યારે નવા સુરજદેવળ મંદિરના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડમાં મંદિરનો સમાવેશ અને ૨૦૨૦-૨૦૨૩ સુધીમાં આ મંદિરને ગ્રાન્ટ રૂપિયા ૨.૮૭ કરોડનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો જેમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો સંતો મહંતોની હાજરી સહિત આશરે ૩૦૦ લોકો ઉપસ્થિત હતા જેમાં આ ધાર્મિક સ્થળને સરકાર દ્વારા આટલી મોટી રકમ ફાળવેલ અને આગામી સમયમાં મોટી રકમ ફાળવણીની બાબતે નિવેદનો આ સભામાં કરવામાં આવેલા જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ તે હાલ લોકસભાની ચુંટણીમાં આદર્શ આચાર સંહિતા ૧૬ માર્ચથી લાગુ કરવામાં આવેલ હોય તેનું ઉલ્લંઘન થયેલ છે તે બાબતે ચુટણી અધિકારી સુરેન્દ્રનગરને લેખિતમાં રજુઆત રામકુભાઇ કરપડાએ કરી છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સહિત ધારાસભ્યઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આચારસંહિતા ભંગની ફરીયાદ દાખલ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button