
વિજાપુર ના સુંદરપુરા ગામે બાળકોના તકરાર ને કારણે દેવીપૂજક બાખડયા ચાર સામે ફરીયાદ નોંધાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામના માઢી ગામની ચોકડી નજીક રહેતા દેવીપૂજક પરિવાર વચ્ચે બાળકો રમતા રમતા તકરાર થતા ઠપકો આપવા ગયેલા ઇસમને ચાર જણાએ ભેગા થઈને માર મારી ઇજાઓ પોહચડતા ચાર ઈસમો સામે લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મૂજબ તાલુકાના સુંદરપુરા ગામની માઢી ચોકડી ઉપર રહેતા અજય ભાઈ દેવીપૂજક નો પાંચ વર્ષના દીકરો રડતો ઘેરે આવતા તેને પૂછતાં તને કોણે માર્યો તેમ કહેતા તેણે ગામના સંજયભાઈ દેવીપૂજક ના દીકરાએ માર્યો તેવું કહેતા અજય ભાઈ દેવીપૂજક સંજયભાઈ ને કહેવા જતા બન્ને વચ્ચે લાંબી તકરાર ઉભી થતા સંજયભાઈ દેવીપૂજક તેમજ અન્ય ત્રણ જણા એ ભેગા થઈને ધારીયા ઘડો વડે હુમલો કરતા અજયભાઈ ને ઇજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર બાદ ગામના સંજય ચીમન ભાઈ દેવીપૂજક તેમજ મંગાભાઈ ચંદુભાઈ દેવીપૂજક તેમજ વિષ્ણુ મંગાભાઈ દેવીપૂજક તેમજ વિજય માધાભાઈ દેવીપૂજક સહિત ચાર જણા સામે લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે