GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ટીબી વિસનગર તરફ જતા મણિરત્ન કોમ્પલેક્ષનો ત્રીજા માળનો સ્લેબ અચાનક ધરાશયી થતા વેપારીઓ માં ભય

વિજાપુર ટીબી વિસનગર તરફ જતા મણિરત્ન કોમ્પલેક્ષનો ત્રીજા માળનો સ્લેબ અચાનક ધરાશયી થતા વેપારીઓ માં ભય
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીંબી વિસ્તારમાં મણિરત્ન કોમ્પલેક્ષના ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા ભારે દોડાદોડ મચી જવા પામી હતી કોમ્પલેક્ષ ઘણા સમય પહેલા બનાવવા માં આવ્યા બાદ સમય નીકળી જતા તેનો રીનોવેશન કરવામાં આવ્યું ના હોવાના કારણે ઘટના ઘટી હતી. શહેરમાં આવા ઘણા કોમ્પલેક્ષ આવેલા છે જે ઘણા ગોવિંદપુરા જૂથ પંચાયત ના હદ વિસ્તારમાં અને કેટલાક પાલિકા ના હદ વિસ્તારમાં આવેલ છે આવા કોમ્પલેક્ષ નો સર્વે કરી નોટીસ પાઠવી કાર્યવાહી પણ કરવામાં આવી નથી. જોકે આ બનેલી ઘટના માં કોઈ નીચે હાજર ના હોવાથી જાન હાની ટળી હતી બનાવને પગલે જૂથ પંચાયત ના તલાટી પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી આ સ્લેબ તુટુ તૂટુ થઈ રહ્યું હતુ એવું લોકોમાં પણ ચર્ચા જાગી હતી જૂથ પંચાયત તેમજ પાલિકા સત્વરે આવા પોતાના હદ વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષો નો એક સર્વે કરી કાર્યવાહી કરવામાં આવે તે આ બનાવના પગલે જરૂરી બન્યું છે.

[wptube id="1252022"]
Back to top button