
વિજાપુર શ્રી 41 ગામ કડવા પાટીદાર સમાજનો સ્નેહ મિલન ઇનામી વિતરણ કાર્યક્રમ યોજાયો


વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શ્રી 41 ગામ કડવા પાટીદાર સમાજનો સોળ મો મિત્ર વર્તુળ મંડળ તેમજ સમાજનો સ્નેહમિલન તેમજ ઇનામી વિતરણ નો કાર્યક્રમ હનુમાનજી ના મંદિરે બેરણા ખાતે યોજાયો હતો જેમાં 41 ગામ કડવા પાટીદાર સમાજના મહામંત્રી બાબુભાઇ બી પટેલ તેમજ મિત્ર વર્તુળ મંડળ ના પ્રમુખ સોમાભાઈ પટેલ રિલાયન્સ ઓટો જંત્રાલ વાળા તેમજ મિત્ર વર્તુળ મંડળના મંત્રી ભરતભાઇ પટેલ સોહમ વિહાર વાળા સવિતા બેન રમેશચંદ્ર પટેલ તથા ઉજાસ રમેશચંદ્ર પટેલ સંગીતા બેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને સમાજને ગૌરવ અપાવનાર શાળા કોલેજો માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રમત ગમત માં પ્રથમ આવનાર રમત વીરો ને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ તેમજ સમાજ દ્વારા બનાવેલ શંકુલ ખાતે ચાલતી વિવિધ પ્રવૃતિ અને સમાજના બાળકો ને અભ્યાસ માટે ઉપયોગી યોજના ઓ નો અને તેના લાભો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ વધુ અભ્યાસ માટે ઓછા વ્યાજે લોન ધિરાણ કરતી શ્રી 41 ગામ ક્રેડિટ સોસાયટી ની યોજના વિશે પણ ઉપસ્થિત સમાજના લોકોને જાણ કરવામાં આવી હતી બાળકો વધુ અભ્યાસ કરી સમાજ ગામ તાલુકાનો નામ રોશન કરે તેની ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો સમાજના બાળકો એ વિવિધ સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રુતેષ ભાઈ પટેલ અને પંકજ ભાઈ પટેલે સફળતા પૂર્વક નિભાવ્યું હતુ





