
વિજાપુર રામપુરા કોટ ગામે વરઘોડા માં નાચતા બાળકોને શાંતીથી નાચવા કહેતા ત્રણ ઈસમો એ આધેડને માર મારતા ત્રણ સામે ફરીયાદ નોધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રામપુરા કોટ ગામે વરઘોડામાં બેન્ડ બાજા સાથે નાચી રહેલ બાળકોને ગામના વડીલે શાંતી રાખવા અને નાચવાનું કહેતા ત્રણ ઈસમો ભેગા મળી એકબીજાનું ઉપરામણ લઈ આધેડ ને મારમારી ઇજાઓ કરતા સરકારી દવાખાને સારવાર બાદ પોલીસ મથકે ત્રણ જણા સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રામપુરા કોટ ગામના અભાસિંહ દેવાસિંહ ચૌહાણ પોતાના સાઢુ ભાઈ ના ઘેર લગ્ન પ્રસંગ હોઈ ગામમાં વરઘોડો ફેરવવામાં આવ્યો હતો તે સમયે વરઘોડો નવા ઘર નજીક પોહચતા વરઘોડા માં નાચી રહેલા નાના બાળકોને ધક્કા મુક્કી નહીં કરી શાંતી થી નાચવાનું કહેતા ગામના સંજય સિંહ ચૌહાણ તેમજ કિશન સિંહ ચૌહાણ તેમજ અંકેશસિંહ ચૌહાણ સહીત એકબીજાનું ઉપરમણ લઈને અભાસિંહ ને મારમારી ગડદાપાટુ નો મારમારી ઇજાઓ કરી ધમકી આપતા ત્રણ જણા સામે અભા સિંહે લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે.





