
વિજાપુર ચક્કર ખત્રીકુવા આનંદપુરા ચોકડી તરફ જતા રોડ ઉપર વધતા જતા કૂતરાઓ નો ત્રાસ
કોંગ્રેસ શહેર પ્રમુખે કરી પાલિકામાં રજૂઆત
વિજાપુર તા
વિજાપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર આડેધડ વધારો થઇ રહેલા કૂતરાઓએ ત્રાસ ફેલાવ્યો છે રાત્રીના સમયે કે પછી બપોરના જાહેર માર્ગના વચ્ચે આવી જતા હોવાને કારણે ગંભીર અકસ્માત નો બનાવો બને તેવી શક્યતાઓ ઉભી થઇ છે તો શાળાઓમાં જતા નાના બાળકો ને પણ કરડી જવાનો ભય રહે છે જેને લઇને કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા નગરપાલિકા માં લેખીત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ હતુંકે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરાઓનો ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જેના કારણે રાત્રીના દિવસે ત્રાસ વધી રહ્યો છે તો રોડ ઉપર કૂતરાઓ આવી જતા અવર જવર કરતા વાહન ચાલકો પણ પરેશાની માં મૂકાઈ જતા હોય છે તો સત્વરે વધી રહેલા કૂતરાઓનો નિકાલ કરવા ચીફ ઓફિસર તેમજ વહીવટદાર ને લેખીત માં રજૂઆત કરવામાં આવી છે